શ્રી શ્રી એકેડેમીના વિદ્યાર્થીઓનો વિશ્વનીડમ્ ગુરુકુલમ્ ખાતે શૈક્ષણિક પ્રવાસ

તારીખ: 14 ફેબ્રુઆરી 2025

આજ રોજ આશરે 175 જેટલા વિદ્યાર્થીઓ તથા 15 જેટલા શિક્ષકો સાથે
શ્રી શ્રી એકેડેમીના વિદ્યાર્થીઓ
વિશ્વનીડમ્ ગુરુકુલમ્ ખાતે શૈક્ષણિક પ્રવાસે પધાર્યા.
આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુરુકુલમ શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કરવો અને અહીં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓને નજીકથી સમજવો હતો.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગુરુકુલમના પરિસરમાં ચાલી રહેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી.
આ મુલાકાત દરમિયાન તેઓએ ગુરુકુલમના શિક્ષણ મોડલ, જીવન મૂલ્યો અને સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો વિશે જાણકારી મેળવી.

પ્રવાસના ફોટા

આપણી પ્રવૃત્તિઓ:

  • અક્ષર જ્ઞાન થી આત્મનિર્ભર થવા સુધીની યાત્રા
  • શુદ્ધ અને સાત્વિક વાતાવરણ – જ્યાં સંસ્કાર, સારા વિચારો અને સાત્વિક જીવનનું નિર્માણ થાય
  • ભણતર સાથે ઘડતર
  • ઘોડે સવારી, ગોપાલન, જૈવિક ખેતી
  • પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષ સંવર્ધન
  • રસોઈ શાસ્ત્ર, બ્યુટી પાર્લર, વિવિધ કૌશલ્ય તાલીમ
  • વિસરતી તથા આધુનિક રમતો
  • પ્રકૃતિ તથા પંખી વિશે વિશેષ માહિતી

દ્રષ્ટિકોણ:

  • સર્વાંગી વિકાસ
  • પ્રવાસો દ્વારા આત્મવિશ્વાસ તથા વિજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો
  • નિયમ પાલન, સમય પાલન અને શિસ્ત પાલન
  • વ્યસન મુક્ત સમાજ, જવાબદાર સમાજ
  • નાટકો, અભિનય, ગીતો અને પુસ્તકો દ્વારા વ્યક્તિ તથા સમાજ જાગૃતિ
  • મશીન નહીં પણ માણસ નિર્માણ

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુકુલમના પરિસરમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને નજીકથી નિહાળી અને અનેક નવી બાબતો શીખવાની તક મેળવી.
આ પ્રવાસ દ્વારા તેમને ગુરુકુલમ શિક્ષણ પદ્ધતિ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને જીવનમૂલ્યો આધારિત શિક્ષણ વિશે ઊંડાણપૂર્વક સમજ મળી.

આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયક અને યાદગાર શૈક્ષણિક અનુભવ સાબિત થઈ.